Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 5:5 - કોલી નવો કરાર

5 તમે પૃથ્વી ઉપર મોજ-મજા કરવામા લાગેલા રયા, અને ઘણુય બધુય સુખ ભોગવ્યુ, આવુ કરીને તમે ઈ જનાવરની જેવા થયા છો જેઓને મારીને ખાવાની પેલા તાજો-માજો કરવામા આવે છે, ઈ જ રીતે તમે પણ નથી જાણતા કે, તમે નાશ થાવાના છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 5:5
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ પણ કીધું કે, એક રૂપીયાવાળો માણસ હતો, જે બોવ મોઘા લુગડા પેરતો અને દરોજ હારુ ખાવાની દાવત કરતો હતો, અને મોજ મજાથી રેતો હતો.


પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે.


દિવસના અજવાળામાં જીવનારા લોકોની જેમ આપડુ વરતન લાયક રાખી. એટલે કે, આપડે ભોગવિલાસમાં, નશાખોરીમાં, છીનાળવામાં ભુંડી ઈચ્છાઓ, બાધણા કે, ઈર્ષામાં જીવી નય.


જે રંડાયેલ બાયુ પોતાના જીવનનો પુરો વખત મોજ-મજામાં વેડફે છે, ઈ એક મરી ગયેલા માણસની જેમ છે, જે દેહિક રીતે જીવે છે ખરી, પણ આત્મિક રીતે મરી ગય છે.


દગો દેનારા, વગર વિસારે ઉતાવળા કામો કરનારા, અભિમાન કરનારા અને પરમેશ્વરમા પ્રેમ નય રાખનારા પણ મોજ-મજા કરનારા હશે.


તેઓ એના ખોટા કામ લાયક ફળ મેળવશે, તેઓ ભર બોપરે ભુંડા સુખભોગમાં પડયા રેવાનુ ગમાડે છે. તેઓ તમારી વસે એક કલંક અને દાગ છે. તેઓ દગો દેવામાં ખુશી મનાવે છે, જઈ ઈ તમારા પ્રીતિ ભોજનમાં તમારી હારે ખાય-પીવે છે.


જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.


તુ એને નક્કી વધારે પીડા અને દુખ દેવડાવય જે એના મોજ-શોખના જીવન અને એના પાપ હાટુ અભિમાન બરાબર છે. એણે પોતાને કીધું કે, “હું એક રાણીની જેમ લોકો ઉપર રાજ કરય, હું કાય રંડાયેલ નથી અને હું દુખનો અનુભવ નથી કરતી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ