Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 5:3 - કોલી નવો કરાર

3 તમારા હોના અને સાંદીને કાટ સડી ગયુ, ઈ કાટ ન્યાયના વખતે તમારી વિરુધ સાક્ષી આપશે અને તમારા દેહને આગમાં બાળી દેહે. જે તમે છેલ્લા દિવસોમાં તમારી પુંજી ભેગી કરી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 5:3
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વર કેય છે કે, “અંતના દીવસમાં એવુ થાહે કે, હું મારી આત્મા બધાય માણસોની ઉપર રેડી દેય; અને તમારા દીકરા અને તમારી દીકરીઓ આગમવાણી કરશે, જુવાનીયાઓને દર્શન થાહે, અને તમારા ગવઢા લોકોને સપના આયશે.”


પણ કેમ કે, તમે હઠીલા છો અને પસ્તાવો કરવાની ના પાડો છો ઈ દિવસે જઈ પરમેશ્વર પોતાનો ગુસ્સો બતાયશે, જેમા પરમેશ્વર હાસો દંડ પરગટ કરશે, જઈ પરમેશ્વર બધાય લોકોના વિશ્વાસનો ન્યાય કરશે તઈ ઈ તમારા દંડને વધારે કઠણ કરશે.


તેઓનો શબ્દ ફેલાય જાહે અને છેલ્લે ઈ લોકોના વિશ્વાસને નાશ કરી દેહે જે એને હાંભળે છે. એનામાંથી બે હુમનાયસ અને ફિલેતસ છે.


બધાયથી ખાસ વાત ઈ છે કે, તમે હમજો છો કે, છેલ્લા વખતમાં થોડાક દિવસ પેલા કેટલાક એવા લોકો જોવામાં આયશે, જેના જીવન તેઓની પોતાની ભુંડી ઈચ્છાઓની કાબૂમા છે, ઈ એના પાછા આવવાના વિસારની ઠેકડી ઉડાડશે.


ઈ વખતે આયશે જઈ હિંસક પશુ ઈ દસ રાજાઓની હારે જે એની હારે છે, ઈ વેશ્યાને ધિક્કારશે જે એની ઉપર બેઠી છે, તેઓ એની ઉપર હુંમલો કરશે અને એનો નાશ કરશે, અને એને આખીય બાળી નાખશે.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ