20 તો ઈ આ જાણી લેય કે, કોય પણ જે હાસના મારગને છોડી દીધેલા પાપી માણસને પસ્તાવો કરીને પાછો લીયાવે તો ઈ ભાઈ કા બહેન એક જીવને મોતથી બસાવશે અને પરમેશ્વર એના બધાય પાપોને માફ કરશે.
હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.
જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.
હું પાઉલ પોતાના હાથથી લખું છું કે, હું એનો કરજો સુકવી દેય, અને તુ પેલેથી જ જાણ છો કે, જો હું તારી મદદનો કરત તો તુ તારી પોતાની જાતને આ નવા જીવમાં નો ગોતી હકત; ઈ હાટુ તુ પોતાના જીવન હાટુ મારો ઋણી છે.
ઈ હાટુ બધીય કચ કચ અને વેર-ભાવ વધવાથી રોકાયને, પરમેશ્વરનાં ઈ વચનને ભોળપણથી અપનાવી લ્યો, જે તમારા હૃદયમાં મુકવામા આવ્યુ, અને આ વચન તમારા જીવનનુ તારણ કરી હકે છે.
બધાયથી ખાસ વાત ઈ છે કે, દરેકની હારે ઈમાનદારીથી પ્રેમ કરો, કેમ કે, જો આપડે બીજાને પ્રેમ કરી છયી, તો આપડે ઈ તપાસ કરવાની કોશિશ નય કરી કે એણે શું પાપ કરયુ છે.
આશીર્વાદિત અને પવિત્ર ઈ છે, જેને આ પેલી જ વારમા ફરીથી મરેલામાંથી જીવતા થયા છે, એવા ઉપર બીજા મોતનો કોય અધિકાર નથી, પણ ઈ પરમેશ્વર અને મસીહના યાજક હશે અને એની હારે હજાર વરહ હુધી રાજ્ય કરશે.