વળી જો તારો સાથી વિશ્વાસી ભાઈ તારી હામો ગુનો કરે, તો જા, અને એને એકલામાં લય જયને વાત કરીને એને હંમજાવુ; જો ઈ તારૂ હાંભળે અને પસ્તાવો કરે, તો ઈ તારા સાથી વિશ્વાસી ભાઈને પાછો જીતી લીધો છે.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય વિશ્વાસુ પાપમાં પકડાય જાય છે, તો તમે જે આત્મા દ્વારા આગેવાની કરતાં જાવ છો, નમ્રતાથી એને હાસા મારગ ઉપર પાછો લય આવો અને સાવધાન રયો ક્યાક તમે પોતે જ પાપ કરવા હાટુ ભોળવાઈ નો જાવ.
કેમ કે, રૂપીયા કમાવાની લાલસ બધાય પરકારના ખોટા કામોનું મુળ છે, રૂપીયા કમાવાના લોભથી ઘણાય બધાય લોકોએ વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે, અને તેઓ પોતે જુદા-જુદા પરકારના દુખ સહન કરે છે.
તેઓએ હાસાય ઉપર વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે. ઈ એવુ કેય છે કે, પરમેશ્વરે પેલાથી જ વિશ્વાસીઓને મરેલામાંથી જીવતા અનંતજીવન હાટુ ઉપાડી લીધા છે, પરિણામ રૂપે ઈ થોડાક વિશ્વાસીઓને મસીહ ઉપર વિશ્વાસ કરવાથી રોકી રયા છે.
તો ઈ આ જાણી લેય કે, કોય પણ જે હાસના મારગને છોડી દીધેલા પાપી માણસને પસ્તાવો કરીને પાછો લીયાવે તો ઈ ભાઈ કા બહેન એક જીવને મોતથી બસાવશે અને પરમેશ્વર એના બધાય પાપોને માફ કરશે.
એટલે વાલાઓ, જો કે તમે આ ખોટા શિક્ષકોની વિષે પેલાથી જ જાણો છો કે, એનાથી પોતાને હંભાળી રાખ્યા. આવા ખરાબ લોકો ખોટી વાતુ બતાવીને તમને દગો દેય નય. ઈ તમને શંકા કરવા હાટુ રાજી કરે નય, જેની ઉપર હવે તમે મજબુત વિશ્વાસ કરો છો.
પરમેશ્વર ઈ લોકોને બોવ જ કઠણ સજા દેહે જે આવા કામ કરે છે ઈ એવો વ્યવહાર કરે છે જેવું કાઈને કરયુ ઈ એમ જ પાપ કરે છે જેવું પાપ બલામે રૂપીયા હાટુ કરયુ હતું અને ઈ કોરાહની જેમ મરી જાહે જેણે મૂસાની વિરુધ બળવો કરયો.