17 એલિયા આગમભાખીયો પણ આપડી જેમ સુખ દુખ ભોગવનારો માણસ હતો, અને એણે પોતાના પુરા મનથી પ્રાર્થના કરી કે, વરસાદ નો વરહે, અને હાડા ત્રણ વરહ હુંધી ધરતી ઉપર વરસાદ નો પડયો.
“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.
પરમેશ્વરે પોતાના ઈ લોકોને નથી નકારા, જેને એણે પેલાથી ગમાડી લીધા, તમે જાણો છો કે, એલિયા આગમભાખીયાની વિષે શાસ્ત્ર શું કેતા હતાં કે, ઈ ઈઝરાયલ દેશના લોકો પરમેશ્વરની વિરુધ ફરિયાદ કરે છે.
એની પાહે આભને બંધ કરવાઓ અધિકાર છે, જેથી ઈ આગમભાખવાના વખતે ક્યાય વરસાદ નો હોય, એની પાહે પાણીની ઉપર તાકાત છે, કે, ઈ એને લોહીમાં બદલી હકે, અને જઈ પણ ઈ ઈચ્છે દરેક રીતના રોગશાળાથી પૃથ્વી ઉપર હુમલો કરે.