વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી.
જો તમે પવિત્ર આત્માના કાબુમાં છો, તો તમે એવું કરશો કે, જઈ તમે ભેગા થાહો, તો તમે ગીતોથી, સ્ત્રોતોથી, અને આત્મિક ગીતોથી, એક-બીજાની હારે પરભુની વાતુ કરીને તમારા હૃદયમાં પરભુના ભજનો અને ગીતો ગાઓ.
તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;
અને તેઓ મોટા અવાજથી હાંક મારીને કેતા હતાં કે, “આપડા પરમેશ્વરનું ભજન કરો જે રાજગાદી ઉપર બેઠો છે અને ઘેટાના બસ્સાનુ ભજન કરો! ખાલી તુ જ છો, જે શેતાનની શક્તિઓથી આપણને બસાવે છે.”