Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 5:11 - કોલી નવો કરાર

11 જોવો આપડે દુખોના વખતે ધીરજ રાખનારાનો આભાર માની છયી. તમે અયુબ નામના એક માણસની ધીરજ વિષે હાંભળ્યું હશે, અને તમે ઈ પણ જાણો છો કે, પરભુએ છેલ્લે કેવી રીતે એની મદદ કરી. કેમ કે, પરભુ બોવ દયાળુ અને કૃપાળુ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 5:11
53 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે, પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે એને જ પરમેશ્વર તારણ દેહે.


જે એની બીક રાખે છે એની ઉપર પેઢીયુંની પેઢીયું હુધી દયા રેય છે.


કેમ કે, જે કોય માગે છે, એને મળશે; અને જેટલા ગોતે છે, એને ઝડે છે; અને જે ખખડાવે છે, એની હાટુ ઉઘાડવામાં આયશે.


ઈ હાટુ જેવો તમારો પરમેશ્વર બાપ દયાળુ છે, એવા તમે પણ દયાળુ થાવ.


શું તુ પરમેશ્વરની દયા, સહનશીલતા અને ધીરજની મુડીને નકામી ગણ છો? અને શું આ નથી હમજતો કે, પરમેશ્વરની દયા તને તારા પાપોથી પસ્તાવો કરવાનું શીખવાડે છે?


એણે આપણને પોતાના વાલા દીકરા દ્વારા આશીર્વાદ મોફત આપ્યા છે. પરમેશ્વરે ઈ મહિમાવંત કૃપાની હાટુ આપણે એનુ ભજન કરી.


પણ પરમેશ્વર બોવ દયાળુ છે, ઈ પોતાના મહાન પ્રેમના કારણે આપણને પ્રેમ કરે છે,


પણ આપડે ઈ વિશ્વાસ કરવાનું છોડી દેનારા અને નાશ થનારાઓમાંથી નથી, પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરનારા અને જીવના તારણ મેળવનારાઓમાંથી છયી.


કેમ કે, જો આપડે ઈ વિશ્વાસને જે શરૂઆતમાં કરયો હતો એને અંત હુધી હાસવી રાખી છયી, તો આપડે મસીહની હારે ભાગીદાર બની જાહુ.


મસીહ એક દીકરાની જેમ પરમેશ્વરનાં પરિવારમાં વિશ્વાસુ છે અને ઈ પરિવાર આપડે પોતે જો આપડે પોતાની હિંમત અને આશા છોડતા નથી તો એમાંથી આપડે પણ છયી.


આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમારા ઉપર અનેક પરીક્ષણો આવે, તઈ એને મોટા આંનદની વાત હમજો.


ઈ હાટુ પરમેશ્વરનું પાલન કરવા હાટુ પોતાના મગજને તૈયાર કરો. મારો મતલબ ઈ છે કે, તમારે તમારા મનને નિયંત્રણ કરવા જોયી. આશા રાખો કે, તમે હારી વસ્તુઓ મેળવશો જે પરમેશ્વર કૃપાથી તમારી હાટુ કરશે જઈ ઈસુ મસીહ સ્વર્ગથી પાછો આયશે.


પણ ભલે તમે દુખી હો કેમ કે, તમે જે કરયુ ઈ હાસુ હતું, પરમેશ્વર તમને આશીર્વાદ દેહે. “એવી વસ્તુથી નો બીવો જેનાથી બીજા બીવે છે; અને હેરાન નો થાવ જઈ લોકો તમારી હારે ભુંડો વેવાર કરે છે.”


જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ