7 ઈ હાટુ કે, પરમેશ્વરની આધીન થય જાવ, અને શેતાન તમારાથી કામો કરાવવા માગે છે, એને ના પાડી દયો, તો ઈ તમારી પાહેથી ભાગીને નીકળી જાહે.
તમે મારા આધીન થાઓ, ને મારી પાહે શીખો; કેમ કે હું આત્મામાં નમ્ર અને રાંકડો છું, ને તમે તમારા મનમાં વિહામો પામશો.
ઈ હાટુ હે રાજા આગ્રીપા, મે ઈ સ્વર્ગના દર્શનનું પાલન કરયુ છે.
પણ તુ હવે ઉભો થા અને શહેરમાં જા અને ન્યા તારે શું કરવાનું છે, ઈ તને કોય કેહે.”
કેમ કે, પરમેશ્વરની હારે ન્યાયીપણામાં આવવાનો મારગ તેઓ જાણતા નથી. પોતાના મારગ ઉપર હાલતા તેઓ પરમેશ્વરનાં મારગને આધીન થાતા નથી.
એવુ લખેલુ છે કે, પરભુ કેય છે કે, મારા જીવના હમ કે, દરેક ગુઠણ મારી આગળ નમશે, અને દરેક જીભ પરમેશ્વરને કબુલ કરશે.
અને શેતાનને પણ તક નો આપો.
આપડે મસીહના પ્રત્યે શ્રધ્ધા ભગતી રાખવાના કારણે એક-બીજાને આધીન રયો.
ઈ હાટુ તમે પરમેશ્વરનાં બધાય બકતર પેરી લ્યો જેથી તમે ખરાબ દિવસે સામનો કરી હકો અને બને એટલું બધુય કરીને એની હામાં મજબુત ટકી હકો.
પછી આપડા દેહિક બાપ આપણને શિક્ષણ આપતા અને આપડે તેઓને માન આપતા હતા. તો પછી આપડા આત્મિક બાપ પરમેશ્વરને વિશેષ આધીન થયને આપડે જીવવું જોયી.
કેમ કે, તમે પરભુ ઈસુનું સન્માન કરવા ઈચ્છો છો, દરેકનુ પાલન કરો જેની પાહે હાસો અધિકાર છે એમા રાજા હોતન ભળેલો છે, કેમ કે એની પાહે બધાયથી મોટી તાકાત છે.
ઈ હાટુ તમે પોતાને પરમેશ્વર હામે નમ્ર કરો, જે રક્ષણ કરવામા સામર્થી છે, જેથી ખરા વખતે ઈ તમને વધારે માન આપે.