Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 4:5 - કોલી નવો કરાર

5 આપડે શાસ્ત્રમા વાસી છયી કે, “જે આત્માને પરમેશ્વરે આપડી અંદર વસાવ્યો છે ઈ આત્માને ઈર્ષાપુર્વક આશા રાખે છે.” આ હાસુ છે અને તમને એમા શંકા નો હોવી જોયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 4:5
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કેય છે ઈ હાસુ છે, જેને પરમેશ્વરનાં વચન આપવામાં આવ્યું, જો પરમેશ્વરે તેઓને દેવ કીધા.


અને શાસ્ત્રના બીજા ભાગમાં લખેલુ છે કે, “જેણે તેઓને વીધ્યા એને તેઓ જોહે.”


શું શાસ્ત્રમા નથી લખ્યું કે, મસીહ દાઉદ રાજાની પેઢીનો અને બેથલેહેમ ગામમાંથી આયશે, જ્યાં દાઉદ રાજા હતો.”


યાકૂબના દીકરા એના ભાઈ યુસફની ઈરસા કરીને એને મિસર દેશમા એક ચાકર તરીકે વેસી નાખ્યો, પણ પરમેશ્વર એની હારે હતો.


તેઓ તો બધીય પરકારના અન્યાયીપણુ, ભુંડાય, લોભ, ઈર્ષ્યા, અદેખાય, હત્યા, બાધણા, કપટ, ભુંડી વાતુ, અને કાન ભંભેરનાર,


વળી, શાસ્ત્રમા ફારુનને કીધું કે, “તારી મારફતે હું મારૂ સામર્થ્ય દેખાડુ, અને મારો સંદેશો આખીય પૃથ્વીમાં જાહેર થાય, ઈ હાટુ મે તને રાજા બનાવ્યો છે.”


તમે જરૂર જાણો છો કે, તમારુ દેહ મંદિર છે જેમાં પવિત્ર આત્મા રેય છે, જે તમારામાં વસેલો છે અને તમને પરમેશ્વર તરફથી મળ્યું છે, તમે પરમેશ્વરનાં છો.


પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”


શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.


કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ