14 પણ તમે આ નથી જાણતા કે, કાલે હું થાવાનુ છે, તો વિસારી લ્યો? તમારુ જીવન કેવું છે? તમે તો ઝાકળ જેવા છો, જે થોડીકવાર દેખાય છે, પછી અલોપ થય જાય છે.
અને ઈ વિશ્વાસી જે માલદાર છે એને રાજી થાવુ જોયી કે, પરમેશ્વરે એને નમ્ર બનાવ્યો છે. કેમ કે, ઈ માણસ અને એની પુંજી; ખડ અને ફુલની જેમ કરમાય જાય છે.
અમે જાણી છયી કે, આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયા યશાયાએ લખ્યું, “બધાય લોકો ખડની જેમ નાશ થાય જાહે. અને બધાય લોકો પાહે જે મહાનતા છે ઈ સદાય હાટુ નય રેય. જેમ ફુલ ખડમાં જાજો વખત હુધી ટકતું નથી. ખડ કરમાય જાય છે અને ફૂલ ખરી જાય છે.”
બધીય વાતોનો અંત પાહે આવી ગયો છે, એટલે તમે સંયમી થાવ અને સાવધાન રયો, જેથી તમે પ્રાર્થના કરી હકો.
જગત અને એમા રેનારી વસ્તુઓ ઉપર લોકોની લાલસ બેય નાસ થય જાય છે, પણ જે પરમેશ્વરની ઈચ્છા પરમાણે જીવે છે, ઈ સદાય બનેલું રેય છે.