13 તમે જે આ કેતા હોવ, આજ કે કાલ અમે કોય બીજા જિલ્લામાં જયને ન્યા એક વરહ રેહુ, અને ધંધો કરીને લાભ લેહુ.
જે લોકો રોવે છે કા લોકો રાજી છે કા જે લોકો પોતાની હાટુ વસ્તુ વેસાતી લેય છે તેઓને આ બધી વસ્તુઓના વિષે વધારે સીંતા નો કરવી જોયી કેમ કે, આ બધીય વાતુંથી તમે પરભુની સેવા કરવાનું ભુલી જાહો.
ઓ માલદારો તમે હાંભળી લ્યો, તમે પોતાની ઉપર આવનારા સંકટો ઉપર રાડુ પાડી પાડીને રોવો.