12 નિયમશાસ્ત્ર દેનારો અને ન્યાય કરનાર તો એક જ ઈ પરમેશ્વર છે, જેની પાહે બસાવાની અને નાશ કરવાની તાકાત છે, તમે કોણ છો કે, તમે પાડોહી ઉપર આરોપ લગાડી હકો છો?
ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક બીજાઓ ઉપર આરોપ નો લગાડવો જેથી તમારી ઉપર પણ આરોપ નો લગાડવામાં આવે. અને ન્યાય કરનારો બોવ પાહે છે જોવો આવવાને તૈયાર છે.