Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 4:11 - કોલી નવો કરાર

11 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક-બીજાની નિંદા કરવી નય, જે પોતાના વિશ્વાસી ભાઈની નિંદા કરે છે કા પોતાના વિશ્વાસી ભાઈ ઉપર આરોપ લગાડે છે, ઈ નિયમની નિંદા કરે છે, અને નિયમની ઉપર નિંદા લગાડે છે. જો તુ નિયમશાસ્ત્રની નિંદા કરે છે તો તુ નિયમશાસ્ત્ર ઉપર હાલનારો નથી પણ એની ઉપર એવો આરોપ લગાડે છે જેમ કે, તુ નિયમશાસ્ત્રનો ન્યાય કરનાર છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 4:11
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

કોયનો ન્યાય કરવો નય, જેથી તમારો પણ ન્યાય કરવામા આવે નય, કોયને ગુનેગાર ઠરાવવો નય, તો કોય તમને ગુનેગાર ઠરાયશે નય, માફ કરો એટલે તમને માફ કરાહે.


ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.


કેમ કે, પરમેશ્વર લોકોને પોતાની હારે ખાલી એટલા હાટુ હાસા નથી ઠરાવતો કેમ કે, તેઓએ મૂસાના નિયમશાસ્ત્રને હાંભળ્યું છે. પણ ઈ એવુ તઈ કરે છે જઈ તેઓ એવુ કરે છે જે મુસાનો નિયમશાસ્ત્ર કેય છે કે, તેઓને કરવુ જોયી.


તો આપડે શું કેયી? શું નિયમ પાપ છે, નય! કઈયેય નય! પણ નિયમ દ્વારા હું પાપને જાણી હક્યો, મે જાણ્યું કે, “લાલસ કરાવી પાપ છે કેમ કે, શાસ્ત્રમાં લખેલ છે કે, લાલસ કરવી નય” તો હું આ નો જાણી હક્યો હોત કે, લાલસ કરવી ખોટુ છે.


ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.


કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.


બધાય પરકારની કડવાશ અને ગુસ્સો, કોપ, દેકારો, અપમાન, અને બધાય પરકારની નિંદા કરવાનું બંધ કરો.


ઈજ પરમાણે બાયુ પણ ગંભીર હોવી જોયી; તેઓ ખટપટણી નય, પણ શાંત અને બધીય વાતોમાં વિશ્વાસપાત્ર હોવી જોયી.


દયા નો કરનારા, માફ નો કરનારા, આરોપ લગાડનારા, પોતાની ઈચ્છા ઉપર કાબુ નો રાખનારા, કઠોર મનવાળા, હારા કામનો વિરોધ કરનારા,


આ રીતે ગવઢી બાયુ વરતન કરે, જે બધીય વાતુમાં પરમેશ્વરને માન આપે, બીજાની ભૂલો કાઢનારી નય, અને દારૂડીયુ નય પણ ઈ બીજાને હારી વાતુ શીખડાવનારી હોય.


હે મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, ભટકી નો જાવ.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ વાત તમે જાણી લ્યો, દરેક માણસ હાંભળવા હાટુ ઉતાવળો અને બોલવામા ધીરો અને ગુસ્સો કરવામા ધીમો રેય.


પણ જે માણસ પરમેશ્વરનાં પુરેપુરા નિયમશાસ્ત્રનું ધ્યાનથી અભ્યાસ કરે છે ઈ લોકોને પાપથી મુક્ત કરે છે, ઈ માણસ હાંભળીને ભુલનારો નથી પણ પાલન કરે છે. એવો માણસ પરમેશ્વરનાં દરેક કામોમાં આશીર્વાદિત થાહે.


જો તમે શાસ્ત્રમા લખેલી આ ખાસ મહત્વના નિયમને પાળો છો, “તો તમે પોતાના પાડોહીથી એવી રીતે પ્રેમ કરો, જેવી રીતે તમે પોતાની જાત ઉપર પ્રેમ કરો છો,” તો તમે ઘણુય હારું કરો છો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે આગમભાખીયાઓને પરભુના નામે વાતો કરી કે, એને દુખ ઉઠાવવું અને ધીરજ ધરવાનો એક નમુનો હમજો.


ઈ હાટુ કે, હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરભુને બીજીવાર આવવાના હુધી ધીરજ રાખો, જેમ ખેડૂતો જમીન ઉપર એક કિંમતી ફળની આશા રાખે છે, અને તેઓ ધીરજથી પેલા અને છેલ્લા વરસાદ હુધી રાહ જોવે છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક બીજાઓ ઉપર આરોપ નો લગાડવો જેથી તમારી ઉપર પણ આરોપ નો લગાડવામાં આવે. અને ન્યાય કરનારો બોવ પાહે છે જોવો આવવાને તૈયાર છે.


ઈ હાટુ, બધાય પરકારના ખરાબ વ્યવહારની ના પાડો, બીજાઓને દગો નો આપો, ઢોંગી નો બનો, બીજાઓથી ઈર્ષા નો રાખો, બીજા લોકોની વિરુધ ખરાબ વાતો કરવી નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ