તેઓનું મોઢુ ઉઘાડેલી ખરાબ વાસવાળી કબરોની જેમ છે કેમ કે, જે વાતો ઈ બોલે છે ઈ ખરાબ છે. ઈ પોતાના શબ્દોનો ઉપયોગ લોકોને દગો દેવા હાટુ કરે છે અને જે કાય પણ ઈ કેય છે ઈ લોકોના હોઠોમાં એરુનું ઝેર છે.
જીભ પણ એક આગની જેમ છે, જગતના અન્યાયથી ભરેલી છે; જીભ આ દેહનો એવો ભાગ છે, જે આખા દેહને કલંક લગાડી હકે છે, ઈ આખાય જીવનને નાશ કરી હકે છે, અને નરકથી આવેલી આગથી હળગતી રેય છે.
તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.