કેમ કે વારેઘડીએ એને બેડીયું અને હાકળોથી બાંધવામાં આવ્યો હતો, પણ એણે હાકળોને તોડી નાખી, અને બેડીયુના ટુકડે ટુકડા કરી નાખ્યા હતાં, અને કોય એને કાબુમાં કરી નોતા હકતા.
જીભ પણ એક આગની જેમ છે, જગતના અન્યાયથી ભરેલી છે; જીભ આ દેહનો એવો ભાગ છે, જે આખા દેહને કલંક લગાડી હકે છે, ઈ આખાય જીવનને નાશ કરી હકે છે, અને નરકથી આવેલી આગથી હળગતી રેય છે.