Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 3:6 - કોલી નવો કરાર

6 જીભ પણ એક આગની જેમ છે, જગતના અન્યાયથી ભરેલી છે; જીભ આ દેહનો એવો ભાગ છે, જે આખા દેહને કલંક લગાડી હકે છે, ઈ આખાય જીવનને નાશ કરી હકે છે, અને નરકથી આવેલી આગથી હળગતી રેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 3:6
62 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ફરોશી ટોળાના લોકોએ આ હાંભળીને કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદ વગર મેલી આત્માઓને કાઢતો નથી.”


પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.


લોકો જે પણ ખાય છે એમાંથી એવુ કાય પણ નથી નીકળતું જે તેઓને અશુદ્ધ બનાવે છે. પણ લોકો ઈ વસ્તુ દ્વારા અશુદ્ધ થાય છે જે તેઓના મનમાંથી બારે નીકળે છે.


અને એણે રાડ પાડીને કીધું કે, હે ઈબ્રાહિમ, મારા બાપ, મારી ઉપર દયા કરીને લાજરસને મોકલ, જેથી ઈ પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કારણ કે, આગમાં હું પીડાને ભોગવી રયો છું


આયા લગી કે વિશ્વાસી લોકોને પોતાના ટોળામાંથી લોકો આયશે, જે ચોલાઓને પોતાની વાહે ખેસવા હાટુ ખોટુ શિક્ષણ દેહે.


તઈ પિતરે કીધું કે, હે અનાન્યા જો શેતાને તારા મનમા પવિત્ર આત્માથી ખોટુ બોલવાનો વિસાર નાખ્યો છે અને ઈ વેસેલી જમીનના રૂપીયામાંથી થોડાક રૂપીયા તે તારી હાટુ રાખી લીધા.


ન્યાંથી એમણે ખોટી સાક્ષી હાજર કરી, અને એણે સ્તેફન ઉપર ખોટા ગુના લગાડયા, અને એણે કીધું કે આ માણસ આ પવિત્ર મંદિર અને નિયમની નિંદા કરી સદાય ભુંડુ બોલે છે.


આવા લોકોને શિક્ષણ આપવાની પરવાનગી નો આપ, કેમ કે, જઈ તેઓ આ વાતુ શિખવે છે, જે તેઓએ શીખવવી જોયી નય, અને તેઓ પુરા વિશ્વાસી પરિવારને બરબાદ કરી નાખે છે. તેઓ આવું કરીને રૂપીયા કમાવાનું ઈચ્છે છે.


તેઓ ઈ જ છે જે ઈસુ મસીહના હારા નામની વિરુધ ખરાબ વાતો બોલે છે, ઈ મસીહના તમે છો.


દરેક પરકારના જંગલી જનાવર, પંખી અને પેટે હાલનારા જીવડા અને જળ બધાય માણસ દ્વારા કાબુમાં થય હકે છે, અને કરી પણ લીધા છે.


બધાયથી ખાસ વાત ઈ છે કે, તમે હમજો છો કે, છેલ્લા વખતમાં થોડાક દિવસ પેલા કેટલાક એવા લોકો જોવામાં આયશે, જેના જીવન તેઓની પોતાની ભુંડી ઈચ્છાઓની કાબૂમા છે, ઈ એના પાછા આવવાના વિસારની ઠેકડી ઉડાડશે.


ઈ હાટુ જો હું જઈ આવય, તો મંડળીના લોકોથીને મોંઢામોઢ વાત કરય કે, ઈ શું શું કરે છે, એટલે કે, અમારી ઉપર ખરાબ કામો કરવાના ખોટા આરોપ લગાડે છે. અને એટલુ જ નય ઈ પોતે પરચાર કરનારા ભાઈઓને સ્વીકારતા નથી અને જે તેઓનો સ્વીકાર કરવા માગે છે એને હોતન ના પાડે છે, અને તેઓને મંડળીમાંથી બારે કાઢી મુકે છે.


તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.


એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.


ન્યા ફરીથી કોય દીવો નય હળગે. ફરીથી કોય દિવસ વર અને એની કન્યાની ખુશીનો અવાજ નય આવે. પરમેશ્વર તમારા શહેરનો નાશ કરી નાખશે કેમ કે, તામારાં વેપારી જગતમાં બધાયથી મહાન માણસો હતા. તમે બધાય મંડળીના લોકોને દગો દેવા હાટુ મેલી વિદ્યાનો ઉપયોગ કરયો.


અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ