4 જોવ, વહાણ પણ, એટલા મોટા હોય છે, અને ભારે પવનથી હલગરવામાં આવે છે, તો પણ એક નાનો વહાણનો ખલાસી એની ઈચ્છા પરમાણે ઈ ધારે ઈ પરમાણે એને ફેરવે છે.
મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.
જુઓ, દરિયામાં બોવ મોટુ વાવાઝોડું થયુ કે, ઈ હોડી મોજાઓથી ઢંકાય ગય: પણ ઈસુ પોતે હુતો હતો.
પણ સો સિપાયોના અધિકારીએ પાઉલની વાતોથી વહાણ હાકવાવાળો અને વહાણનો શેઠ ઉપર જાજો વિશ્વાસ રાખ્યો.
જઈ આપડા કાબુમાં કરવા હાટુ ઘોડાના મોઢે લગામ બાંધી છયી, તો આપડે એના આખા દેહને ફેરવી હકી છયી.
એવી જ રીતે જીભ પણ એક નાનું અંગ છે અને અભિમાન કરે છે જેમ કે, થોડીક આગથી ખૂબ મોટા જંગલમાં આગ લાગી જાય છે.