Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 3:2 - કોલી નવો કરાર

2 આપડે બધાય ઘણીય વાર ભૂલો કરી છયી. જે કોય ખોટી વાત નથી કરતાં ઈ જ પુરી રીતેથી માણસ છે, ઈ પોતાના બધાય કામોને કાબુ કરવામા મકમ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 3:2
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ઝેરીલા એરુના વંશજો, તમે ભુંડા હોવાના કારણે હારી વાતો નથી કરી હકતા કેમ કે, જે મનમાં ભરયું હોય, ઈ જ મોંઢાંમાંથી બારે કાઢે છે.


કેમ કે, તારી કીધેલી વાતોથી, એને પરમેશ્વર ન્યાયી ગણાયશે અને તારા બોલેલ વાતોથી તું ગુનેગાર પણ ઠરાવાય.”


જેમ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, પરમેશ્વરની હામે કોય પણ ન્યાયી નથી. એક પણ નય.


તો મને એવો નિયમ ખબર પડે છે કે, જઈ હારું કરવાની હું ઈચ્છા રાખુ છું, તો દુષ્ટતા મારામાં હયાત હોય છે.


હું પોતાના દેહને કાબુમાં રાખુ છું જેથી હું એની ખરાબ ઈચ્છાઓ પરમાણે નો હાલું ક્યાક એવું નો થાય કે, હું જે બીજાના હારા હમાસાર પરચાર કરું છું, અને હું પોતે જ ઈનામ નો મેળવું.


પણ શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે બધાય પાપી છયી. જેથી પરમેશ્વરે જે વાયદો કરયો છે તો ઈ લોકોને આપી હકાય જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે છે.


કેમ કે, આપણી પાપીલી ઈચ્છાઓ આત્માના વિરુધમાં છે અને આત્મા પાપીલી ઈચ્છાઓની વિરુધ છે કેમ કે, આ બેય દુશ્મનો છે, ઈ હાટુ તમે સદાય એવા હારા કામોને નથી કરી હકતા જે આપણે કરવા ઈચ્છીએ છયી.


આપડે બીજાઓને મસીહના વિષે બતાવીએ છયી ઈ પુરા જ્ઞાન હારે જે પરમેશ્વરે આપણને આપ્યુ છે, બધાયને સેતવણી આપે છે, અને બધાયને શિક્ષણ આપે છે, જેથી કોય માણસ મસીહમા એક પાકો વિશ્વાસી બની હકે જઈ પરમેશ્વરની હામે ઉભો થય હકે.


એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.


ઈ તમને તેઓની ઈચ્છા પુરી કરવા હાટુ બધુય કરો અને તેઓને જે રાજી કરી હકે એવી બાબતો ઈસુ મસીહ દ્વારા આપડામાં પુરી કરો. યુગે યુગ હુધી ઈસુ મસીહની મહિમા સદાય થાતી રેય. આમીન.


જેથી કોય પોતાની જાતને ભગત હમજે છે, પણ પોતાની જીભ ઉપર લગામ નો રાખે, તો ઈ પોતાની જાતને દગો આપે છે અને એની ભગતી નકામી છે.


આપડા દુખો દરમ્યાન પરમેશ્વર ઉપર આપડો વિશ્વાસ બનાવેલો રાખો. જેથી આત્મિક રીતે પરિપક્વ અને પુરે પુરું થય જાવુ, કોય પણ હારા સરીત્રમાં ખોટનો હોય.


કેમ કે, જે કોય બધાય નિયમનુ પાલન કરે છે, પણ જો એક નિયમને તોડે છે, તો ઈ બધીય વાતોમાં ગુનેગાર ઠરાવામા આયશે.


કેમ કે, જો કોય માણસ પોતાના જીવનનો આનંદ લેવા ઈચ્છે છે, અને હારા દિવસો ઈચ્છે છે, તો એને સેતીને રેવું જોયી કે, ઈ ખરાબ વાતુ નો કેય, અને એને આવી વાતુ કરવાનું બંધ કરી દેવું જોયી, જે હાસી નથી.


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ