17 પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.
પણ મારા ભાઈઓ અને બહેનો, હું પોતે પણ તમારા વિષે પાકુ જાણું છું કે, તમે પણ પોતે જ ભલાયથી ભરેલા અને તમે પુરી રીતે જાણો છો કે, તમારે શું કરવુ જોયી અને એક-બીજાને પ્રોત્સાહિત પણ કરી હકો છો.
કેમ કે, તમારે પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થયા, એની દ્વારા તમારામાં કેટલો બદલાવ આવ્યો એનો વિસાર કરો, એનાથી તમે અને બદલો લેવાનો વિસાર ઉત્પન થયો? તમે બધાય પરકારથી આ સિદ્ધ કરીને દેખાડયું કે, તમે આ વાતોમાં નિર્દોષ છો,
પરમેશ્વર જ છે, જે ખેડુતોને વાવવા હાટુ બી અને ખોરાક હાટુ રોટલી પુરી પાડે છે, તેઓ તમારુ વાવવાનું બી પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયપણાનો પાક પુષ્કળ થાહે.
ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો.
અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.
હું તને પરમેશ્વર, અને ઈસુ મસીહ, અને સ્વર્ગદુતોની હામે સેતવણી આપું છું કે, આ બધીય વાતો શંકા કરયા વગર માનતો રેય, અને દરેક કામ કોયનો પણ ભેદભાવ કરયા વગર કર.
જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.
કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.
કેમ કે, જો તમે બીજાઓની ઉપર દયાળુ નથી, તો પરમેશ્વર પણ તમારી ઉપર દયા કરશે નય. જઈ ઈ ન્યાય કરશે. પણ જો કોય બીજાઓની ઉપર દયા કરશે, તો પરમેશ્વર પણ એની ઉપર દયા કરશે જઈ ઈ ન્યાય કરશે.
કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.
હે ચાકરો, તમે જે ઘરમાં કામ કરો છો, જે વિશ્વાસી છે તમારે પોતાના સ્વામીની આજ્ઞાનું પાલન કરવુ જોયી અને સદાય એને માન આપવું જોયી, એવુ દરેક રીતના સ્વામીની હારે કરો પછી ભલે તેઓ દયાળુ અને હાસા હોય કે પછી કઠણ હોય.