એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.
તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.
પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે.
આ જગતના લોકો બુદ્ધિશાળી હોય છે, પણ પરમેશ્વરની નજરમાં મુરખા છે જેમ કે, શાસ્ત્ર કેય છે, કેટલાક લોકો વિસારે છે કે, તેઓ બુદ્ધિશાળી છે, પણ પરમેશ્વર તેઓને હરાવવા હાટુ પોતાના સાલાક વિસારોનો ઉપયોગ કરે છે.
કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.
પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.
તેઓનો અંત વિનાશ છે, અને તેઓ ફકત પોતાના દેહની ઈચ્છાઓ પુરી કરવા હાટુ જીવે છે, તેઓ આવી વાતો ઉપર અભિમાન કરે છે જે વાતો ઉપર એને શરમ આવવી જોયી અને તેઓ સદાય સંસારિક વસ્તુઓના વિષે જ વિસારતા રેય છે.
પવિત્ર આત્મા સોખી રીતે આ વાત કેય છે કે, છેલ્લા વખતમાં થોડાક લોકો મસીહના શિક્ષણો ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેહે, અને ઈ ખોટા શિક્ષણો ઉપર વિશ્વાસ કરશે જે ભૂતોની તરફથી છે.
કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.
પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.
તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.
પણ થુઆતૈરામાં તમે બાકીના લોકોએ ઈ ખોટા શિક્ષણનું અનુસરણ નથી કરયુ, તમે એમા ભાગ નથી લીધો જેને એના ચેલાઓ શેતાનની ઊંડી વાતો કેય છે. હું તમને કવ છું કે, હું તમારી ઉપર કોય બીજી મહત્વની આજ્ઞા નથી હોપતો, સીવાય એની કે, જ્યાં હુધી હું નથી આવતો ન્યા હુધી મારી ઉપર દ્રઢતાથી વિશ્વાસ કરવાનું સાલું રાખો.
એક રાજા હતો જે તેઓને નિયંત્રણ કરતો હતો, ઈ ઈજ દુત છે જેણે ઊંડાણનો ખાડો ખોલ્યો હતો, હિબ્રૂ ભાષામાં એનુ નામ અબેદોન છે અને ગ્રીક ભાષામાં આપોલ્યોન છે. જેનો અરથ છે ઈ જે નાશ કરે છે.