12 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જેમ અંજીરના ઝાડમાંથી દ્રાક્ષ, અને દ્રાક્ષના વેલામાંથી અંજીરનું ફળ લાગી હકતું નથી, એમ જ ખારા પાણીના કુવામાંથી મીઠું પાણી નીકળી હકતું નથી.
“જો ઝાડવું હારું હોય એનુ ફળ હારૂ આવે કા જે ઝાડ ખરાબ હોય, તો એનુ ફળ પણ ખરાબ હોય કેમ કે, ઝાડ ફળથી ઓળખાય છે.
અને અંજીરના ઝાડને મારગની કોરે જોયને ઈ એની પાહે ગયો, અને પાંદડાઓને છોડીને બીજુ કાય નો જોયને એને કીધુ કે, “હવેથી તમારામાં કોયદી ફળ નય આવે.” અને અંજીરનું ઝાડ તરત હુકાય ગયુ.
પાકું છે કે, એક જ કુવાના તળથી મીઠું અને ખારું એમ બેય પાણી નીકળી હકતું નથી.