અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.
ઘણીય વાર મે તેઓને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં સજા કરાવી અને એણે મસીહની નિંદા કરવાની કોશિશ કરી. હું એની ઉપર એટલો બધો ગુસ્સે હતો કે, હું તેઓની સતાવણી કરવા હાટુ બીજા શહેરોમાં હોતન ગયો.
હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.