6 પણ તમે ગરીબોનુ અપમાન કરયુ, અને તમે જાણો છો કે, રૂપીયાવાળા લોકો જ છે જે તમારી ઉપર દાવો કરે છે અને તેઓ ઈજ છે જેઓ તમને પરાણે ન્યાય હાટુ કોરાટમા લય જાય છે.
પણ યહુદી લોકોના આગેવાનોએ રૂપીયાવાળા લોકોની અને પરમેશ્વરની બીક રાખીને ભજન કરનારી બાયુને અને શહેરના અધિકારી લોકોને ઉશ્કેરીને, પાઉલ અને બાર્નાબાસ ઉપર સતાવણી કરાવી અને તેઓને ઈ જગ્યાથી બારે કાઢી મુકયા.
પણ જઈ ઈ એને નો મળ્યા, તઈ રાડો નાખીને યાસોન અને થોડાક વિશ્વાસી લોકોને શહેરના અધિકારીઓની પાહે ખેસીને લય ગયા, અને એને કેવા મંડયા કે, “ઈ માણસો જેણે જગતમાં ઉથલ-પાથલ કરી નાખી છે, ઈ આયા હોતન આવી ગયા છે.