અને એણે રાડ પાડીને કીધું કે, હે ઈબ્રાહિમ, મારા બાપ, મારી ઉપર દયા કરીને લાજરસને મોકલ, જેથી ઈ પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કારણ કે, આગમાં હું પીડાને ભોગવી રયો છું
ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય;
વિશ્વાસથી જ જઈ પરમેશ્વરે ઈબ્રાહિમની પરીક્ષા લીધી તઈ ઈ પોતાના એક લાડકા દીકરા ઈસહાકને બલિદાન સઢાવવા હાટુ તૈયાર હતો, જેમ કે પરમેશ્વરે ઈ દીકરાની વિષે ઈબ્રાહિમ હારે વાયદો કરયો હતો.
પણ કોય કય હકે છે કે, “તમને વિશ્વાસ છે, અને હું ભલા કામો કરું છું હું કવ છું કે, તમે ભલા કામો કરયા વગર તમે ખરેખર સાબિત કરો કે, તમે ઈસુ ઉપર વિશ્વાસ કરો છો અને હું તમને પોતાના ભલા કામોથી આ સાબિત કરય કે, હું ખરેખર ઈસુ ઉપર વિશ્વાસ કરું છું”