2 વિસારો કે, જો કોય એક માણસ આંગળીમાં હોનાની વીંટી અને હારા લુગડા પેરેલો તમારી મંડળીની બેઠકમાં આવે, અને બીજો ગરીબ પણ મેલા-ઘેલા લુગડા પેરીને આવે.
પણ બાપે ચાકરોને કીધું કે, જલ્દીથી હારામાં હારા લુગડા કાઢીને એને પેરાવો, અને એને આંગળીમાં હારી લાગે એવી વીટી અને પગમાં જોડા હારા લાગે ઈ પેરાવો,
પછી હેરોદ અને એના સિપાયોએ ઈસુની ઠેકડી કરી. અને તેઓએ એને રાજાની જેમ મોઘા લુગડા પેરાવ્યા પછી હેરોદે એને પિલાતની પાહે પાછો મોકલ્યો.
અને તમે મોઘા લુગડા પેરેલા માણસને માન આપીને કયો, “તુ આયા હારી જગ્યા ઉપર બેહી જા,” અને ઈ ગરીબ ને કયો, “તુ આયા ઉભો રે કા તો હેઠો બેહીજા.”