અને જો હું મારી બધી જ મિલકત ગરીબોને ખવરાવી દવ, અને ન્યા હુધી કે, જો હું મારા દેહને આગમાં આપી દવ, પણ હું લોકોને પ્રેમ નથી કરતો, તો મારી હાટુ બધુય નકામું છે.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.
હે મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય કેય કે, હું પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરું છું, પણ ઈ બીજાની હાટુ ભલુ કામ નો કરે તો ઈ કાય કામનો નથી, અને એની જેવો વિશ્વાસ કોયદી એનુ તારણ નય કરી હકે.