કેટલાયને પાણા મારીને મારી નાખ્યા, તેઓને કરવતથી વેરી નાખવામાં આવ્યા, કેટલાકને તલવારથી મારી નાખવામાં આવ્યા, કેટલાક જે ગરીબ હતા તેઓને દુખ આપવામાં આવ્યું અને તેઓની હારે ખરાબ વેવાર કરવામાં આવ્યો તેઓ ઘેટાં અને બકરાના સામડામાંથી બનાવેલ ખાલ પેરીને આમ-તેમ ભટકતા રયા.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.