13 કેમ કે, જો તમે બીજાઓની ઉપર દયાળુ નથી, તો પરમેશ્વર પણ તમારી ઉપર દયા કરશે નય. જઈ ઈ ન્યાય કરશે. પણ જો કોય બીજાઓની ઉપર દયા કરશે, તો પરમેશ્વર પણ એની ઉપર દયા કરશે જઈ ઈ ન્યાય કરશે.
પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે.
પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.