11 કેમ કે પરમેશ્વરે આ કીધું કે, “તુ છીનાળવા નો કરતો,” એને ઈ પણ કીધું કે, “તુ ખૂન નો કરતો.” ઈ હાટુ જેથી ઈ છીનાળવા તો નથી કરયા, પણ ખૂન કરયુ તો પણ તુ નિયમોનો ભંગ કરનાર ઠરાયશે.
તુ પરમેશ્વરની આજ્ઞાઓને તો જાણે છે; કે હત્યા નો કરવી, છીનાળવા નો કરવા, સોરી નો કરવી, ખોટી સાક્ષી નો પૂરવી, કોયને દગો નો આપવો, પોતાના માં-બાપને માન આપવું.”
કેમ કે, મૂસાના શાસ્ત્રમાં ઘણીય બધીય આજ્ઞાઓ છે જેમ કે, છીનાળવા નો કરવા, ખૂન નો કરવુ, સોરી નો કરવી, લોભ નો કરવો, અને એને છોડી અને કોય પણ આજ્ઞા હોય તો બધાયનો નિસોડ આ આજ્ઞાઓમાં જોવા મળે છે, તારા પાડોશી ઉપર પણ એવો પ્રેમ રાખ, જેમ તુ પોતાની જાત ઉપર પ્રેમ રાખ છો.