7 આવો માણસ આ નો હમજે કે, એને પરભુથી કાક મળશે,
પણ જઈ તમે પરમેશ્વરથી માગો છો, તો તમારે વિશ્વાસ કરવો જોયી, અને શંકા કરવી જોયી નય કેમ કે, જે શંકા કરે છે, ઈ દરિયાની વીળની જેમ છે, જે સદાય હવાથી બદલાતી રેય છે.
ઈ માણસ બે સીલામાં પગ રાખે છે, અને પોતાની બધીય વાતોમાં સ્થિર નથી રેતો.
તમે માગો છો તો પણ તમને મળતું નથી કેમ કે, તમે ભુંડી ઈચ્છાથી માગો છો, જેથી પોતાના મોજ મજામા ઉડાવી દયો.