Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 1:4 - કોલી નવો કરાર

4 આપડા દુખો દરમ્યાન પરમેશ્વર ઉપર આપડો વિશ્વાસ બનાવેલો રાખો. જેથી આત્મિક રીતે પરિપક્વ અને પુરે પુરું થય જાવુ, કોય પણ હારા સરીત્રમાં ખોટનો હોય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 1:4
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે, પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે એને જ પરમેશ્વર તારણ દેહે.


ઈ જુવાને ઈસુને કીધુ કે, “આ બધીય આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું, હજી મારામાં કય વાતની કમી છે?”


ઈ હાટુ તમે સદાય એવુ કામ કરો જે હારૂ છે, જેવું પરમેશ્વર તમારો સ્વર્ગીય બાપ સદાય જે હારૂ છે એવું જ કરે છે.


ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.”


ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”


જો તમે તમારા વિશ્વાસમા મક્કમ રેહો, તો આ બધાયમાંથી તમારી જાતને બસાવી લેહો.


પણ જે બી હારી જમીન ઉપર પડયું છે, ઈ એવુ બતાવે છે કે, લોકો પરમેશ્વરનું વચન હાંભળીને તેઓના હ્રદયમાં હારી રીતે અને માનપૂર્વક અપનાવે છે. તેઓ વિશ્વાસ કરવામા અને વચન પાળવામાં મજબુત છે, જેથી તેઓને કોશિશ કરવાથી વારેઘડીયે હારું ફળ આપે છે.


એટલે હું તેઓમાં અને તમે મારામાં થય જાવ જેથી તેઓ પુરી રીતે એક કરી હકાય અને ઈ હાટુ કે, જગત હમજે કે, તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારાં ઉપર પ્રેમ કરયો, એમ તેઓના ઉપર પણ પ્રેમ કરયો છે.


જઈ હું પુરી રીતે વિશ્વાસીઓની વસે હોવ છું તઈ હું જ્ઞાની શબ્દોની હારે બોલું છું. પણ આ માણસનું જ્ઞાન અને આ જગતના અધિકારીઓનું જ્ઞાન નથી, જેનો નાશ થાવાનો છે.


પણ આપડે ભલા કામ કરવામાં નિરાશ નો થાયી કેમ કે, જો આપડે કોયદી હાર નો માની તો પરમેશ્વરનાં પોતાના વખત ઉપર ઈનામ પામશું.


એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.


હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પુરી રીતે પવિત્ર કરે આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવતાં હુંધી તમારો આત્મા અને પ્રાણ અને દેહ પુરેપુરી રીતેથી નિરદોષ રાખવામાં આવે.


જેથી પરમેશ્વરનો માણસ પુરી રીતેથી લાયક બને, અને બધાય હારા કામો કરવા હાટુ તૈયાર થય જાય.


ઈ તમને તેઓની ઈચ્છા પુરી કરવા હાટુ બધુય કરો અને તેઓને જે રાજી કરી હકે એવી બાબતો ઈસુ મસીહ દ્વારા આપડામાં પુરી કરો. યુગે યુગ હુધી ઈસુ મસીહની મહિમા સદાય થાતી રેય. આમીન.


પણ જો તમારામાથી કોયને બુદ્ધિની જરૂર હોય, તો પરમેશ્વર પાહે માગો, જે દાતારીથી આપે છે.


આપડે બધાય ઘણીય વાર ભૂલો કરી છયી. જે કોય ખોટી વાત નથી કરતાં ઈ જ પુરી રીતેથી માણસ છે, ઈ પોતાના બધાય કામોને કાબુ કરવામા મકમ છે.


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


પણ જો કોય માણસ આ રીતે નથી જીવતો, તો ઈ એક એવા માણસની જેવો છે, જે હારી રીતે જોય હક્તો નથી, કે જે આંધળો છે, ઈ ભુલી ગયો છે કે, પરમેશ્વરે એને ઈ પાપથી માફ કરી દીધો છે, જે એણે મસીહમા વિશ્વાસ કરવા પેલા કરયા હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ