ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.
પણ જે માણસ પરમેશ્વરનાં પુરેપુરા નિયમશાસ્ત્રનું ધ્યાનથી અભ્યાસ કરે છે ઈ લોકોને પાપથી મુક્ત કરે છે, ઈ માણસ હાંભળીને ભુલનારો નથી પણ પાલન કરે છે. એવો માણસ પરમેશ્વરનાં દરેક કામોમાં આશીર્વાદિત થાહે.