યાકૂબનો પત્ર 1:18 - કોલી નવો કરાર18 એણે પોતાની ઈચ્છાથી આપણને હાસના વચન દ્વારા આપણને નવું જીવન આપ્યુ જેથી આપડે એની દ્વારા બનાવેલી દરેક વસ્તુઓનું બધાયથી મહત્વનો ભાગ હોય. အခန်းကိုကြည့်ပါ။ |
આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.
આ ઈ છે જે બાયુના સમાગમથી આઘા રયને પોતાને સોખ્ખા રાખ્યા, જેથી કુવારા છે આ ઈ જ છે કે જ્યાં ક્યાય ઘેટાનુ બસુ જાય છે ન્યા ઈ એની પાછળ જાય છે તેઓ ઈ છે જેઓ પૃથ્વી ઉપરની બધીય માણસ જાતમાથી નોખા થયા છે જેમ કે, લોકો પોતાની ઉપજમાથી પેલુ ફળ પરમેશ્વરને આપે છે ઈ જ રીતે તેઓ પણ પરમેશ્વર અને ઘેટાના બસાને પેલા અર્પણની જેમ આપ્યા છે.