તો શું નિયમશાસ્ત્ર જે હારું હતું, મારા મોતનુ કારણ બન્યું છે? નય! કોયદી નય! પણ આ પાપ હતું જેણે એવુ કરયુ. પાપે ઈ જ નિયમશાસ્ત્રનો જે હારું હતું ઉપયોગ કરયો અને મારી હાટુ મોત લયને આવ્યું. આવી રીતે પાપે દેખાડયુ કે, ઈ ખરેખર શું છે, અને આજ્ઞાએ દેખાડ્યું કે, પાપ પુરી રીતે ખરાબ છે.
જઈ કોયનું પરીક્ષણ થાય, તઈ ઈ એમ નો કેય કે, મારું પરીક્ષણ પરમેશ્વર તરફથી થાય છે, કેમ કે, પરમેશ્વર ક્યારેય પણ કોય ખોટા કામોમાં લાલસી નથી હોતા અને પરમેશ્વર કોયનું પરીક્ષણ કરતાં નથી.