13 જઈ કોયનું પરીક્ષણ થાય, તઈ ઈ એમ નો કેય કે, મારું પરીક્ષણ પરમેશ્વર તરફથી થાય છે, કેમ કે, પરમેશ્વર ક્યારેય પણ કોય ખોટા કામોમાં લાલસી નથી હોતા અને પરમેશ્વર કોયનું પરીક્ષણ કરતાં નથી.
આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.