પણ માંડવાના બીજા ઓરડામાં ખાલી પ્રમુખ યાજક વરહમાં એકવાર જાય છે, જઈ ઈ અંદર જાતો હોય તઈ તે સદાય જનાવરોના લોહીને લયને જાતો હતો, કે ઈ પોતાના અને લોકોની હાટુ પરમેશ્વરને અર્પણ સડાવતો હતો.
આ વિધિઓ દ્વારા પવિત્ર આત્મા આપણને આ દેખાડે છે, કે જ્યાં હુધી આ પૃથ્વી ઉપર ભેગા કરવાવાળા માંડવાઓ અને એની વિધિયોનું પાલન કરવામાં આવે છે, ન્યા હુધી સ્વર્ગમાં પરમેશ્વરનો કરાર પવિત્ર જગ્યામાં જાવાનો રસ્તો હજી હુધી ખુલ્લો નથી.