24 કેમ કે મસીહ હાથે બનાવેલા પવિત્ર જગ્યા કે, જે હાસાયનો નમૂનો છે એમા ગ્યા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, ઈ હાટુ કે ઈ હમણાં આપણી હાટુ પરમેશ્વરની હામે હાજર થાય.
અમે એને આ કેતા હાંભળ્યો કે, હું લોકો દ્વારા બનાવવામાં આવેલું આ મંદિરને તોડી નાખય અને ત્રણ દિવસમાં હું એક બીજુ મંદિર બનાવય જે માણસોના હાથથી બનાવવામાં નો આવ્યું હોય.
ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે.
દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.
જે લોકો સ્વર્ગમાં જે કાય છે એવી વસ્તુઓની મૂર્તિ અને એની જેવી સેવા કરે છે, કેમ કે, જઈ મુસા માંડવા બનાવવાની તૈયારી કરવાનો હતો, તઈ પરમેશ્વરે એને કીધું કે, “જોવ જે નમુનો એને ડુંઘરા ઉપર બતાવ્યો હતો એની પરમાણે બધીય બાબતોની બનાવટ કાળજીથી કર.”
આ કારણે પૃથ્વી ઉપરનો માંડવો અને એમા બધી વસ્તુઓને પશુઓના લોહીથી સોખું કરવુ પડતું હતું અને આ બધીય સ્વર્ગીય વસ્તુઓની જેમ છે. પણ સ્વર્ગીય વસ્તુઓ હાટુ જનાવરોના લોહીથી વધારે હારુ બલિદાન જરૂરી હતું.
ન્યાંથી એક બીજો સ્વર્ગદુત આવ્યો અને વેદીની પાહે ઉભો રયો, ઈ સ્વર્ગદૂત ધૂપ હળગાવવા હાટુ હોનાનો બનેલો પ્યાલો લયને આવ્યો અને એને બધાય પરમેશ્વરનાં લોકોની પ્રાર્થનાઓ હારે હળગાવા હાટુ બોવ જાજો ધૂપ આપવામાં આવ્યો, એણે ધૂપ અને પ્રાર્થનાઓને હોનાની વેદી ઉપર હળગાવી દીધી, જે પરમેશ્વરની રાજગાદીની હામે હતી.