11 પણ હવે મસીહ પ્રમુખ યાજકની જેમ આવ્યો જે નવા કરારની બધીય હારી વસ્તુઓ આપે છે. એણે એવા મહાન અને સિદ્ધ મહાપવિત્ર જગ્યામાં પ્રવેશ કરયો છે, જે લોકોએ બનાવ્યુ નથી અને જે આ પૃથ્વીનો નથી.
“ઓ યહુદીયા પરદેશના બેથલેહેમ નગરના લોકો! તું કોય પણ રીતે યહુદીઓના રાજ્યોમાંથી નાનું નથી; કેમ કે, તારામાંથી એક માણસનો દીકરો આગેવાન થાહે, જે અમારા ઈઝરાયલ દેશના લોકોનો પાળક બનશે.”
અમે એને આ કેતા હાંભળ્યો કે, હું લોકો દ્વારા બનાવવામાં આવેલું આ મંદિરને તોડી નાખય અને ત્રણ દિવસમાં હું એક બીજુ મંદિર બનાવય જે માણસોના હાથથી બનાવવામાં નો આવ્યું હોય.
કેમ કે, યહુદી નિયમમાં થનારી હારી વાતોની જેમ ખાલી છે; ઈ વાતોનું હાસુ હકીકત રૂપ નથી. એના ઈ જ બલિદાનો વરસો વરહ સદાય સડાવવામાં આવે છે. તો પછી નિયમ આ બલિદાનો દ્વારા પરમેશ્વરની પાહે આવનાર માણસોને સંપૂર્ણ બનાવી હકતા નથી.
“ફરીથી એકવાર” આ અરથ સોખ્ખું દેખાડે છે કે, આખા જગતની બધીય વસ્તુઓને ધરુજાવામાં આયશે અને નાશ કરવામાં આયશે; જેથી જે વસ્તુઓ હલાવવામાં નય આવે, તેઓ કાયમ હાટુ બનેલી રેહે.
ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.
ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.
અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.
હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.