Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 9:10 - કોલી નવો કરાર

10 કેમ કે, ખાલી લોકોને ખાવા, પીવાના વિષે અને બીજા શુદ્ધિકરણની વિષે દેખાડે છે જેના દ્વારા લોકો બારેથી સાફ થય જાય છે, આ વિધીઓને ન્યા હુધી માનવાનું હતું જ્યાં હુધી કે પરમેશ્વર પોતાનો નવો નિયમ લાગુ નો કરે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 9:10
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ તેઓ બજારમાંથી ઘરે આવે છે, તો તેઓ ન્યા લગી ખાવાનું નથી ખાતા ન્યા હુધી કે તેઓ પોતાના રીવાજ પરમાણે ધોયને શુદ્ધ નો કરી લેય. અને તેઓના વડવાઓના હજી પણ કેટલાક રિવાજો છે જેને તેઓ પાળે છે જેમ કે, વાટકાઓ, લોટા અને તાંબાના વાસણોને ધોવા.


હવે જેથી કે, તમારે પરમેશ્વરની હારે એક સબંધ છે, એણે આપણને પોતાના બાળકોની જેમ અપનાવ્યા છે. તો પછી તમે નબળા અને કંગાળ બીજા શિક્ષણોના ચાકર બનવા હાટુ કેમ જાવ છો? શું તમારે બીજીવાર તેઓના જ ચાકર બનવાની ઈચ્છા છે?


જઈ આ યોજનાને પુરૂ કરવાનો વખત આયશે, તો પરમેશ્વર સ્વર્ગ અને પૃથ્વીની બધીજ વસ્તુઓને મસીહની આધીન રાખશે, જેથી મસીહ બધી વસ્તુઓનો સ્વામી થાય.


પોતાના મોત દ્વારા, એણે મુસાના બધાય નિયમો અને વિધીઓની હારે રદ કરી નાખ્યા છે જેથી ઈ યહુદીઓ અને બીજી જાતિઓની વસ્સે શાંતિ સ્થાપી હકે અને આ એવી રીતે એક નવું જૂથ બનાવી હકે.


ઈ હાટુ કોયને પણ ખાવા પીવાનું કા તેવાર કા નવો ચાંદો કે, વિશ્રામવારના દિવસના વિષે તમને દગો અને ન્યાય કરવા નો દયો.


મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.


અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.


પરમેશ્વરે આવનાર નવા જગતને જેના વિષે આપડે વાત સીત કરી છયી, ઈ સ્વર્ગદુતોના હાથમાં હોપુ નથી.


જળદીક્ષાના વિષે અને કોય ઉપર હાથ રાખવાની વિધિ, અને મરેલામાંથી જીવતા ઉઠવું અને અનંતકાળના ન્યાયના વિષે શિક્ષણના પાયા ફરીથી નાખી નય.


અને જે લોકોએ પરમેશ્વરનાં ઉતમ વચનનો અનુભવ કરયો, અને આવનાર વખતના પરાક્રમનો અનુભવ કરયો છે.


કેમ કે જઈ મુખ્ય યાજક બદલાય છે તઈ નિયમ પણ બદલાવું જરૂરી છે.


ઈસુ લેવી વંશજોના નિયમો અને વિધિઓના કારણે એક મુખ્ય યાજક નથી થયો, પણ ઈ પોતાના અવિનાશી જીવનના સામર્થ્યના કારણે મુખ્ય યાજક થયો; જેનો કોયદી અંત નય આવે.


હવે પેલા કરારમાં પણ ભજનના નિયમો હતા. અને માણસો દ્વારા બનાવેલી પવિત્રસ્થાનની જગ્યા પણ હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ