વિશ્વાસના લીધે જ આદમના દીકરા હાબેલે પોતાના મોટા ભાઈ કાઈન કરતાં સડીયાતું બલિદાન પરમેશ્વરને સડાવ્યુ અને એના બલિદાનને પરમેશ્વરે અપનાવીને એને ન્યાયી જાહેર કરયો. કેમ કે પરમેશ્વર હાબેલના બલિદાનથી રાજી થ્યો હતો અને એનું મોત થય ગ્યું છે, તો પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખવા હજીય પણ એનાથી શિખી છયી.
અને ઈ પ્રમુખ યાજકોની જેમ જે હારૂનના વંશજ હતા, ઈસુને જરૂર નથી કે, ઈ દરેક દિવસે હધાયની પેલા પોતાના લોકોના પાપોને માફી હાટુ બલિદાન સડાવે. કેમ કે ઈસુએ એકવાર બધા લોકોના પાપો હાટુ પોતાનું બલિદાન આપી દીધું.