Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 8:3 - કોલી નવો કરાર

3 કેમ કે, દરેક પ્રમુખ યાજકને પાપોની માફી હાટુ ભેટ અને બલિદાન સડાવવા નિમણુક કરવામાં આવે છે, આ હાટુ આપડા મુખ્ય યાજકની પાહે પણ કાક સડાવવા હાટુ જરૂરી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 8:3
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.”


ઈસુને આપડા અપરાધો હાટુ મારી નાખવાની હાટુ પકડાવો હતો અને પરમેશ્વરે આપણને પોતાની હારે ન્યાયી બનાવવા હાટુ ફરીથી જીવતો કરો.


કેમ કે, જઈ આપડે નબળા હતાં, તો મસીહ ઠરાવેલા વખતે અન્યાયીઓ હાટુ મરયો.


પણ આપડે જઈ પાપી હતાં, તઈ મસીહ આપડી હાટુ મરણ પામ્યો. એવું કરવામાં પરમેશ્વરે આપડી ઉપર પોતાનો પ્રેમ પરગટ કરયો છે.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.


કેમ કે, દરેક પ્રમુખ યાજક માણસોમાંથી ગમાડેલો હોવાને લીધે પરમેશ્વર વિષેની વાતોમાં માણસોને હાટુ નીમેલો છે, ઈ હાટુ કે, ઈ પાપોની હાટુ સડાવવામાં આવતાં અર્પણો અને બલિદાન આપે;


અને ઈ પ્રમુખ યાજકોની જેમ જે હારૂનના વંશજ હતા, ઈસુને જરૂર નથી કે, ઈ દરેક દિવસે હધાયની પેલા પોતાના લોકોના પાપોને માફી હાટુ બલિદાન સડાવે. કેમ કે ઈસુએ એકવાર બધા લોકોના પાપો હાટુ પોતાનું બલિદાન આપી દીધું.


જો મસીહ જગતમાં હોત તો ઈ કોયદી યાજક બન્યો હોત નય, કેમ કે, જગતમાં નિયમ પરમાણે અર્પણ સડાવનારા યાજક પેલાથી જ ઘણાય છે.


તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ