પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”
પછી મે એક અવાજ હાંભળ્યો જે પરમેશ્વરની રાજગાદીથી જોરથી બોલવાનો હતો, એણે કીધું કે, જોવો હવેથી પરમેશ્વર માણસજાતની હારે રેહે અને તેઓ એના લોકો હશે, અને પરમેશ્વર પોતે પવિત્રજગ્યામાં એની હારે રેહે અને તેઓને પોતાના લોકોની જેમ અપનાયશે અને તેઓ એને પોતાના પરમેશ્વરનાં રૂપમાં અપનાવશે.