1 હવે જે વાતો આપડે કય રયા છયી, એનાથી બધાયથી મોટી વાત ઈ છે, કે આપડી પાહે આવો પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં પરમેશ્વરની મહિમાવાન રાજગાદીની જમણી બાજુ બેઠો છે.
આ એવુ છે કે, તમને પરમેશ્વરે મોતમાંથી જીવતો કરયો, જઈ એણે મસીહને મોતમાંથી જીવતો કરયો, ઈ હાટુ એની ઈચ્છા પુરી કરો જે સ્વર્ગમા પરમેશ્વર પાહે તમારી હાટુ છે, જ્યાં મસીહ પરમેશ્વરની જમણી બાજુ બેઠો છે જે બધાયથી માનવાળી જગ્યા છે.
દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.
ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.
ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.
હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું