એટલે એક માણસ દ્વારા પાપ જગતમાં આવ્યું એટલે કે, આદમના દ્વારા, ઈ પેલો માણસ જેને પરમેશ્વરે બનાવ્યો કેમ કે, આદમે પાપ કરયુ, ઈ મરી ગયો. બધાય લોકો ઉપર મોત આવ્યું, કેમ કે, બધાયે પાપ કરયુ.
અને આયા તો મુખ્ય યાજક દસમો ભાગ લેય છે છતા તેઓ બધાય મરનારા જ છે, પણ ઈ વખતમાં જે મેલ્ખીસેદેકે દસમો ભાગ લીધો, એના વિષે શાસ્ત્રમાં લખેલુ છે, કે ઈ હજી હુધી જીવતા છે.