Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 7:8 - કોલી નવો કરાર

8 અને આયા તો મુખ્ય યાજક દસમો ભાગ લેય છે છતા તેઓ બધાય મરનારા જ છે, પણ ઈ વખતમાં જે મેલ્ખીસેદેકે દસમો ભાગ લીધો, એના વિષે શાસ્ત્રમાં લખેલુ છે, કે ઈ હજી હુધી જીવતા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 7:8
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

થોડીકવાર પછી જગતના લોકો મને પાછો નય જોય, પણ તમે મને જોહો કેમ કે, હું જીવું છું ઈ હાટુ તમે પણ જીવશો.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


ઈ લોકો કોણ હતા જેઓએ પરમેશ્વરનો શબ્દ હાંભળો અને એનો વિરોધ કરયો? તેઓ ઈઝરાયલનાં લોકો હતા જેની મુસા આગેવાની કરીને મિસર દેશથી બારે લીયાવો હતો.


એણે બીજી જગ્યાએ એમ પણ કીધું કે, “મેલ્ખીસેદેકના નિયમ પરમાણે તમે સદાય હાટુ યાજક છો.”


ન્યા ઈસુ મસીહ આગેવાન થયને આપડી હાટુ ગયા છે, અને મેલ્ખીસેદેકના નિયમ પરમાણે ઈ સદાયની હાટુ એક પ્રમુખ યાજકની જેમ થયા છે.


વળી ઈસુના મુખ્ય યાજક હોવાનો એક બીજો ફાયદો છે, પેલા ઘણાય મુખ્ય યાજક નિમણુક કરતાં આવ્યા છે પણ એનું મોત થય જવાના લીધે તેઓ પોતાના કામો સાલું નો રાખી હકયા.


આશીર્વાદ દેનાર માણસ ઈ આશીર્વાદ મેળવનાર માણસ કરતાં બોવ મહાન છે એમા કોય શંકા નથી.


તો આ પણ કેવામાં આવે છે કે, લેવી લોકો જો દસમો ભાગ લેય છે તેઓ ઈબ્રાહિમના વંશજો હતા, ઈ હાટુ તેઓએ પણ ઈબ્રાહિમના મારફતથી મેલ્ખીસેદેકને દસમો ભાગ આપ્યો.


જેમ દરેક માણસને એકવાર મરવાનું પાકું છે અને એની પછી દરેક માણસનો ન્યાય કરવામાં આયશે આ પણ પાકું છે.


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ