5 લેવીના વંશમાંથી જે પ્રમુખ યાજક બને છે, તેઓને આજ્ઞા મળી છે, કે તેઓને લોકો પાહેથી એટલે ઈબ્રાહિમથી પેદા થયેલા પોતાના ભાઈઓની પાહેથી નિયમ પરમાણે દસમો ભાગ લેવો જોયી.
કોય પણ માણસ મોટો પ્રમુખ યાજક હોવાનું માન પોતે નથી ગમાડી હક્તો, પણ હારુનની જેમ ખાલી પરમેશ્વર જ મોટો પ્રમુખ યાજક બનવા હાટુ નિમણુક પામેલો છે.
કેમ કે જે વખતે મેલ્ખીસેદેકે ઈબ્રાહિમની મુલાકાત લીધી, ઈ વખત હુધી લેવી જનમો નોતો, એક પરકારેથી ઈ પોતાના વડવા ઈબ્રાહિમના દેહમાં હતો.