23 વળી ઈસુના મુખ્ય યાજક હોવાનો એક બીજો ફાયદો છે, પેલા ઘણાય મુખ્ય યાજક નિમણુક કરતાં આવ્યા છે પણ એનું મોત થય જવાના લીધે તેઓ પોતાના કામો સાલું નો રાખી હકયા.
અને આયા તો મુખ્ય યાજક દસમો ભાગ લેય છે છતા તેઓ બધાય મરનારા જ છે, પણ ઈ વખતમાં જે મેલ્ખીસેદેકે દસમો ભાગ લીધો, એના વિષે શાસ્ત્રમાં લખેલુ છે, કે ઈ હજી હુધી જીવતા છે.