એણે તેઓને કીધુ કે, “આ દ્રાક્ષરસ મારું લોહી છે. મારું લોહી કેટલાય લોકો હાટુ બલિદાનની જેમ વહેડાવવામાં આયશે. આ ઈ કરારને સાબિત કરશે જે પરમેશ્વર પોતાના લોકો હારે બનેલું રેય છે.
આજ પરમાણે ખાવાનું ખાધા પછી ઈસુએ એક દ્રાક્ષના રસનો પ્યાલો લીધો અને કીધુ કે, “આ પ્યાલો મારા લોહી દ્વારા કરેલો નવો કરાર છે જે તમારી હાટુ વહેડાવવામાં આવે છે.”
આજ પરમાણે ખાવાનું ખાધા પછી ઈસુએ એક દ્રાક્ષના રસનો પ્યાલો લીધો અને કીધુ કે, “આ પ્યાલો મારા લોહી દ્વારા કરેલો નવો કરાર છે જે તમારી હાટુ વહેડાવવામાં આવે છે. તમે જેટલીવાર ઈ પીવ છો, એટલીવાર મારી યાદ હાટુ ઈ કરો.”
તમે પરમેશ્વર અને લોકોની વસમાં નવા કરારના મધ્યસ્થી કરનારા ઈસુની પાહે આવ્યા છો, અને એના લોહીની પાહે આવ્યા હોય જે વહેડાવામાં આવ્યું છે અને જે હાબેલના લોહીથી ક્યાય વધારે મહત્વનું છે.