21 પણ ઈસુ તો પરમેશ્વરનાં વચન દ્વારા યાજક બન્યો કે, “પરભુએ હમ ખાધા છે, અને ઈ પોતાના વિસાર કોયદી બદલશે નય. તું સનાતન યાજક છો.”
કેમ કે, પરમેશ્વરનાં કૃપાદાન અને આમંત્રણ ઈ કોયથી રદ થાય એવા નથી.
એણે બીજી જગ્યાએ એમ પણ કીધું કે, “મેલ્ખીસેદેકના નિયમ પરમાણે તમે સદાય હાટુ યાજક છો.”
કેમ કે, શાસ્ત્ર કેય છે કે, “મેલ્ખીસેદેકના મુખ્ય યાજકપદની રીત પરમાણે તું સનાતન યાજક છો.”
પણ આ તો વાયદા વગર આપવામાં આવ્યું નોતું. અને બીજા તો હમ વગર મુખ્ય યાજક થયા છે ઈ વિષે હારૂ છે કેમ કે, ઈ વિષેનું વચન હમ વગર આપવામાં આવ્યું નોતું,
વળી ઈસુના મુખ્ય યાજક હોવાનો એક બીજો ફાયદો છે, પેલા ઘણાય મુખ્ય યાજક નિમણુક કરતાં આવ્યા છે પણ એનું મોત થય જવાના લીધે તેઓ પોતાના કામો સાલું નો રાખી હકયા.
કેમ કે, મૂસાના શાસ્ત્રથી નબળા માણસોને પ્રમુખ યાજક નિમણુક કરવામાં આવે છે, પણ ઈ વાયદો જે મુસાના નિયમ પછી આવીને એણે; પરમેશ્વરનાં દીકરાને પ્રમુખ યાજકની જેમ ગમાડીયો, અને ઈ સદાય હાટુ પરિપૂર્ણ બની ગયો છે.