20 પણ આ તો વાયદા વગર આપવામાં આવ્યું નોતું. અને બીજા તો હમ વગર મુખ્ય યાજક થયા છે ઈ વિષે હારૂ છે કેમ કે, ઈ વિષેનું વચન હમ વગર આપવામાં આવ્યું નોતું,
એણે બીજી જગ્યાએ એમ પણ કીધું કે, “મેલ્ખીસેદેકના નિયમ પરમાણે તમે સદાય હાટુ યાજક છો.”
ઈ હાટુ કે, મુસાના નિયમથી કાય પણ પુરે પુરૂ થયું નથી, અને એની જગ્યાએ આપણને એક ખાસ આશા આપવામાં આવી, જે ઈસુ મસીહમાં છે, જેના દ્વારા આપડે પરમેશ્વરની પાહે જય હકી છયી.
પણ ઈસુ તો પરમેશ્વરનાં વચન દ્વારા યાજક બન્યો કે, “પરભુએ હમ ખાધા છે, અને ઈ પોતાના વિસાર કોયદી બદલશે નય. તું સનાતન યાજક છો.”